ચરોતરમાં રહેતા હિન્દુ વણકરો નું એકીકરણ કરવા માટે આ વેબસાઈટ બનાવેલ છે. એટલે અહી રાજનીતિ, હિંસા, ધર્મ ને લાગતી અભદ્ર ટિપ્પણીઓ અને ફાલતુ ચર્ચા ને કોઈ સ્થાન નથી.
આપણા સમાજના મુખ્ય સિદ્ધાંતો:
સમાજના વિકાસ, શિક્ષા, જરૂરિયાતમંદ ને મદદ જેવી પ્રવૃત્તિઓમાં આપ સૌના સાથ અને સહકાર હંમેશા જરૂરી રહેશે.
ભૂતકાળમાં ચરોતરને એક કરવાના પ્રયાશો થાય છે. પરંતુ આ વખતે નવી જનરેશન એક થઇ છે.
આ વિચાર ૩ વ્યક્તિઓને આવ્યો હતો. શરૂઆત એક whatsapp ગ્રુપ થી થઇ. પછી એમાં બીજા લોકો ભળ્યા. શ્રી મજરૂહ સુલતાનપુરીના શબ્દોમાં કહીએ તો
मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर , लोग साथ आते गए और कारवाँ बनता गया
આમ લોકો જોડતા ગયા. બુદ્ધિધન એકઠું થતું ગયું અને સમાજના ઉત્કર્ષ માટે પ્રયત્નો થવા લાગ્યા. સહુ કોઈ પોતપોતાની રીતે સહયોગ આપવા લાગ્યા.
આ એક સ્વતંત્ર માલિકીની વેબસાઈટ છે. આ વેબસાઈટ માટે કોઈ પણ પ્રકારનું દાન કે ફાળો લેવામાં આવતો નથી.
અહી કામ કરવા વાળા સ્વયંસેવક તરીકે કામ કરે છે. સ્વ ખર્ચે બધે મુલાકાત કરે છે. બધા પોતાની ખુશીથી આવેલા છે. તો આપ સર્વ ને વિનંતી કે જે લોકો બીજાને મદદ કરે છે, બીજાનું સારું કરવા ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, એમને મદદ કરો. અથવા મદદ ના કરી શકતા હોય તો કોઈ વાંધો નથી. પરંતુ સદ્કાર્યમાં વિઘ્નો ઉભા નાં કરશો અને કામ કરનારનું મનોબળ ના તોડશો. આપ વિઘ્નો ઉભા કરશો તો જે લોકો પોતાના સાચા મનથી કાર્ય કરી રહ્યા છે એમનો મનોબળ તૂટી જશે અને આપણા જ્ઞાતિ બંધુને મદદ મળતી બંધ થશે. સરવાળે આપણને જ નુકસાન થશે.