૪૫૦ પરગણું

ચરોતર વણકર સમાજમાં આપનું સ્વાગત છે.

વણકર સમાજમાં થતી પ્રવૃતિઓ અહી લોકો સમક્ષ લાવવાનો આ એક નાનકડો પ્રયાસ છે. આશા રાખીએ કે આપ એમાં સહયોગ આપશો. ચરોતર એટલે મહીસાગર નદીથી વાત્રક નદી વચ્ચેનો અને તારાપુરથી ઠાસરા સુધીનો વિસ્તાર. આમાં ૪૫૦ ગામ આવે છે. બધા ગામના નામ અહી લીસ્ટ માં આપેલા છે.
સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને

ટૂંક સમયમાં ૨ પોર્ટલ મુકવામાં આવશે.

વ્યવસાય પોર્ટલ

  • પોતાનો ધંધો રોજગાર વ્યવસાય કરતા લોકો અહી રજીસ્ટર કરી શકશે.
  • દા.ત. ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, પ્રિન્ટીંગ, બ્યુટી પાર્લર, કે કોઈ પણ ઘંધો વ્યવસાય કરનાર રજીસ્ટર કરી શકશે.
  • સમાજમાંથી કોઈ વ્યક્તિને આવું કઈ જરૂર પડશે તો અહીંથી સંપર્ક કરી શકશે.

લગ્ન વિષયક પોર્ટલ

  • લગ્ન વિષયક પોર્ટલમાં તમે જાતે રજીસ્ટર, લોગીન અને સર્ચ કરી શકશો. 
  • જાતિનું પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો અપલોડ કરવાનું રહેશે. 
  • તમારા કોઈ ડોકયુમેન્ટસ બીજી કોઈ વ્યકિત નહી જોઈ શકે.

નોકરી રોજગાર માટેની માહિતી​

  • નોકરી કે રોજગારની માહિતી જરૂરિયાતમંદ લોકોને મળી રહે એ માટે ટૂંક સમયમાં પ્રયાસ કરવામાં આવશે. 
  • રોજગાર કે વ્યવસાયલક્ષી કોર્સ કે અન્ય જરૂરી માહિતી મળી રહે એ માટે ગોઠવણ કરવામાં આવશે.

કારકિર્દી અને વધુ અભ્યાસ ની માહિતી

  • કારકિર્દી અને આગળ અભ્યાસ માટે માર્ગદર્શન મળી રહે એ માટે ગોઠવણ કરવામાં આવશે.
  • સેમીનાર કે અન્ય આયોજન કરવામાં આવશે.

બ્લોગ

સમાજની બધી જરૂરી માહિતી અહી બ્લોગ સ્વરૂપે મુકવામાં આવશે. સમાજના લોકો ની સિધ્ધિઓ, સમાચાર વગેરેને અહી મુકવામાં આવશે. આપ પણ અમને માહિતી મોકલી શકો છો. અમે અહી મુકીશું. 

શું તમે તમારો કિંમતી સમય ચરોતર વણકર સમાજને આપશો ?

ફોર્મ કેમ બનાવ્યું અને ઉદેશ શું?

  • સમાજના સળગતા પ્રશ્નો એકઠા કરવા માટે
  • પ્રાયોરિટી પ્રમાણે ટીમ બનાવી કામ કરવા માટે
  • બધાજ મુદ્દા પર સમાંતર આગળ વધવા માટે
  • મુદ્દા પ્રમાણે સારા નિષ્ણાતોની સલાહ અને મદદથી આગળ વધવા માટે

જે તે વિષય પર ટીમ બની જશે તે વિષય પર આપણે આગળ વધવા માટે, સેમિનાર કે મિટિંગની ટાઈમ લાઈન નક્કી કરી વધવા માટે.

  1. જેમાં લોકોને કયા મુદ્દામાં ઇન્ટરેસ્ટ છે એ લઈએ.
  2. કઈ બાબતમા સમાજને મદદરૂપ થવા માગે છે એ જાણીએ
  3. સાથે કયા મુદ્દામાં કે કઈ બાબતના પ્રશ્નમાં હેરાન છે એ જાણીએ
  4. અને સમાજને મદદ કેવી રીતે કરવા માગે છે. એ બધાનો સમાવેશ કરેલ હતો.

 

અત્યાર સુધીમાં આપડે ૬૫૦+ જેટલા લોકોને Whatsapp માધ્યમથી જોડી એક મંચ પર લાવવાનો પ્રયત્ન કર્યો.

  1. લગ્નનું ઉદાહરણ લઈએ તો આજનો સૌથી મોટો પ્રશ્ન છે, ઘણા યુવાનો સારું ભણે છે, સારું કમાય છે છતાં પણ લગ્ન સમયે ખુબજ હેરાન થાય છે, લગ્ન પછી પણ ઘણા લોકોને આપણે હેરાન થતા જોયેલા છે. તો આ ફોર્મ દ્વારા આપણે સમાજના ડેટા એકઠા કરી એના નિરાકરણ માટે સાથે મળીને નિષ્ણાતોની મદદથી સામાજિક રીતે આવા કાર્યોનું નિરાકરણ લાવી શકીએ.
  2. બીજું ઉદાહરણ, “નાના- મોટા ધંધા રોજગાર” ધરાવતા લોકોની મહિતી એકત્રિત કરવી, જેનાથી આપણા ચરોતર વણકર સમાજમાં નાના મોટા કામ, ધંધો, રોજગાર કરતા લોકોની યાદી બનાવી, સમાજમાં જ એને બધાની વચ્ચે મૂકી, એકબીજાને મદદરૂપ થઇ શકીએ.

અને આજ રીતે આપણા બીજા મુદ્દાઓ જેમાં

  • છૂટાછેડા
  • રોજગાર
  • ખેતી અને પશુપાલન
  • શૈક્ષણિક
  • તબીબી
  • સ્મશાનનો મુદ્દો
  • ગામમાં ભેદભાવ
  • અન્ય સમુદાય તરફથી સમસ્યા
  • મહિલા સશક્તિકરણ
  • કાનૂની મદદ
  • આરોગ્ય તંદુરસ્તી અને યોગ
  • સરકારી મદદ અને સરકારી કામ સંબંધિત મદદ
  • દારુ ને અન્ય નશા બાબત
  • વિદેશી મદદ મુદ્દો

વગેરે પણ યોગ્ય ડેટા મેળવી અને એના પર પણ નિષ્ણાતોની ટીમ બનાવી દરેક મુદ્દાને યોગ્ય રીતે નિરાકરણ લાવવા પ્રયત્નો કરીશુ.

આપણો સૌથી મોટો ઉદેશ સમસ્ત ચરોતર સમાજના દરેક ગામના વણકર બંધુઓને જોડવા અને દરેક ઘરની વિગત તથા નાના મોટા ધંધા રોજગારની વિગત મેળવીને સમસ્ત સમાજને આગળ લઇ જવા પ્રયત્ન કરીશુ.

ચરોતર વણકર સમાજના તેજસ્વી તારલા

સમાજના તેજસ્વી તારલાઓને અહી એમણે મેળવેલી સિદ્ધી સાથે માહિતી મુકીશું. આપની આજુબાજુ આવા તેજસ્વી લોકો હોય અથવા કોઈ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી હોય એવા લોકોના ફોટા સાથે માહિતી અમને આપશો તો અમે અહી મુકીશું.

Job List

જોબ જોબની માહિતી

IDBI બેંક એક્ઝિક્યુટિવ ભરતી 2024 - 1000 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો

ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (IDBI) એ એક્ઝિક્યુટિવ - સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO) ખાલી જગ્યાની ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરે છે તેઓ સૂચના વાંચી શકે છે અને ઓનલાઇન અરજી કરી શકે છે.

સ્ટાફ નર્સ (૨૨૫૬ જગ્યા) - ગુજરાતના બધા જિલ્લાઓમાં કરાર આધારિત ભરતી.

સ્ટાફ નર્સ - ગુજરાતના બધા જિલ્લાઓમાં કરાર આધારિત ભરતી. ૨૨૫૬ જગ્યા.

પેટલાદ કોલેજમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) વોક-ઇન ઇન્ટરવ્યુ ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૪

પેટલાદ કોલેજમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) વોક-ઇન ઇન્ટરવ્યુ ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૪ સમય : સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી

રેલવે પેરામેડિકલ પોસ્ટ (સ્ટાફ નર્સ) માટે ભરતી જાહેર, કુલ જગ્યા 1376. છેલ્લી તારીખ 16/09/2024

રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, કુલ જગ્યા 1376. છેલ્લી તારીખ 16/09/2024, અહીંથી ઓનલાઈન અરજી કરો

ઓનલાઇન ફોર્મ ભરી આપવાની કામગીરી કરતા હોય તેમના ફોન નંબર સરનામા

નડિયાદ, પેટલાદ, આણંદ, વિ.વિ.નગર, કે અન્ય જગ્યાએ જે લોકો ઓનલાઇન ફોર્મ ભરી આપવાની કામગીરી કરતા હોય તો તેમના ફોન નંબર સરનામા અહીં આપેલા છે

Shortnews List

સમાચાર માહિતી

પલાણા ખાતે સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સગડી મળેલ છે

પલાણા ખાતે સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સગડી મળેલ છે

દંતાલીના સ્વ. કનુભાઈ હીરાભાઈ પરમારનુ બેસણું તા. ૦૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ એમના નિવાસ સ્થાને (પેટલાદ દંતાલી) રાખેલ છે

સ્વ. કનુભાઈ હીરાભાઈ પરમારનુ બેસણું તા. ૦૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ વાગે એમના નિવાસ સ્થાને (પેટલાદ દંતાલી) રાખેલ છે.

સોજીત્રાના શ્રી પાર્વતીબેનનું બેસણું 1 ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ સોજીત્રા મુકામે એમના નિવાસસ્થાને રાખેલ છે

સ્વ. પાર્વતીબેન જશભાઈ મકવાણાનું દુઃખદ અવસાન ૨૬/૧૧/૨૦૨૪ ને મંગળવાર ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ અમારા નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે

ચાંગાના શ્રી રાજેન્દ્ર જાદવને મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું

ચાંગાના શ્રી રાજેન્દ્ર જાદવને મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું.

પેટલાદની બુલાખી મિલ ચાલીમાં રહેતા શ્રી નટુભાઈ બાબુભાઈ પરમારનું બેસણું તા ૨૮ ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ રાખેલ છે

પેટલાદની બુલાખી મિલ ચાલીમાં રહેતા શ્રી નટુભાઈ બાબુભાઈ પરમાર સ્વર્ગવાસ પામેલ છે. સદગતનું બેસણું તા ૨૮ ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ રાખેલ છે.

અમારો પ્રતિસાદ

લોકોના અમારા
વિશેના મંતવ્યો

સમાજના અગ્રણ્ય લોકોના અભિપ્રાયો અને વેબસાઈટ માટેની શુભેચ્છાઓ.

બધા મંતવ્ય જુઓ

Events Schedule

તારીખ ઇવેન્ટનું નામ ઇવેન્ટની માહિતી
October 3, 2024

ચરોતર વણકર સમાજ પેટલાદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024

ચરોતર વણકર સમાજ પેટલાદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024 તારીખ ૩ ઓક્ટોમ્બર થી ૧૧ ઓક્ટોમ્બર રાખવામાં આવેલ છે.
October 1, 2024

બ્લડ ડોનેશન કેમ્પ

તારીખ ૧લી ઓક્ટોમ્બર (મંગળવાર) એટલે આપણો વણકર દિવસ આ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આપણે પેટલાદ કોમ્યુનિટી હોલ સરકારી દવાખાના પાસે(૧) બ્લડ ડોનેશન કેમ્પ (૨) નાના મોટા ધંધા સંકલન માટે તેઓ ની જાહેરાત (૩) હેલથ ચેકઅપ કાર્યક્રમ નું આયોજન કરેલ છે
July 11, 2024

પેટલીમાં જન જાગૃતિની સભા

ચરોતર વણકર સમાજ તરફથી , તારીખ ૧૧/૭/૨૪ ને સાંજે 6:00કલાકે પેટલી માં જન જાગૃતિ મિટિંગ છે. શ્રી મહેન્દ્રભાઈ ની આગેવાનીમાં અને એને સક્સેસફૂલ બનાવવાની જવાબદારી આપણા બધાની છે. જય મહારાજ
June 29, 2024

પેટલાદ ખાતે નિવૃત વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓનું સન્માન

ચરોતર હિંદુ વણકર સમાજ પેટલાદના દરેક સભ્યોને જણાવવાનું કે તા.૨૯/૦૬/૨૦૨૪ શનિવાર ના સાંજે ૬ વાગે કોમ્યુનિટી હોલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનું સન્માન તથા ગત વર્ષોમાં પોતાની ફરજમાંથી નિવૃત્ત થયેલા આપણાં સમાજના અગ્રણીઓનું પણ સન્માન સમારંભ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આપણા સમાજના દરેક સભ્યોને આ આયોજનની જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.તા […]
June 23, 2024

ધર્મજ ગામે રવિવાર ૨૩ જુનના રોજ સાંજે ૫:૩૦ કલાકે જનજાગૃતિની સભા

જય મહારાજ, જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલે તારીખ ૨૩ જુન ૨૦૨૪, રવિવાર, ધર્મજ ગામે સાંજે ૫:૩૦ કલાકે સભાનું આયોજન કરેલ છે. તમે આ સભામાં હાજરી આપી સમાજના કામમાં મદદરૂપ થશો?
Paroti