ચરોતર વણકર સમાજ પેટલાદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024 તારીખ ૩ ઓક્ટોમ્બર થી ૧૧ ઓક્ટોમ્બર રાખવામાં આવેલ છે. કોમ્યુનિટી હોલમાં આપણા હિન્દુ વણકર સમાજને સંગઠિત કરવા માટે નવરાત્રીનું ભવ્ય આયોજન આપ સૌના સહકારી કરી રહ્યા છીએ છે, અમને આશા છે કે આપ સર્વ તેમાં તન મન ધન થી સહભાગી બનશો. આપણા હિન્દુ વણકર સમાજને ટકાવી રાખવા માટે આપણે સૌ એકત્રિત થવું અગત્યનું છે. તો આપણા ભાવી વારસાને સાચવી રાખીશું અને ટકાવી રાખીશું. અને જો એકત્રિત આજની તારીખમાં જે હિન્દુ વણકર કુટુંબ બચી રહ્યા છે તેમને પણ ગુમાવવાનો વારસો આવશે . આ વારસાને ટકાવી રાખવા અને અને જે આજની તારીખમાં લગ્ન કે અન્ય સામાજિક કારણો નડે છે, તેના માટે પણ જાગૃત અને સંગઠિત થવું અગત્યનું છે. આપ પરિવાર સાથે તારીખ ૩ ઓક્ટોમ્બર થી ૧૧ ઓક્ટોમ્બર રાતે ૯:૦૦ વાગે કોમ્યુનિટી હોલમાં અવશ્ય પધારશો.