ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની
Created date : 12 May 2024
ચરોતર વણકર સમાજ ધીમેધીમે પ્રગતિને પંથે આગળ વધી રહ્યો છે. ખુબજ સરસ રીતે online Form માં આવતા પ્રતિભાવો મુજબ કામની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક મુદ્દા પર કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
આજ રોજ તા. ૧૨/૦૫/૨૦૨૪ રવિવારના રોજ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી, પેટલાદ ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે ૧:૩૦ સુધી, વિદેશ અભ્યાસ તથા વર્ક પરમિટના માર્ગદર્શન અંગે શ્રી દુર્ગેશભાઈ સોલંકી, નંદિની વિઝન મેકર્સ, ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જુદાજુદા ગામ/શહેરના ચરોતર વણકર સમાજના ૧૮૫ લોકોએ આજના કાર્યક્રમનો લાભ લીધો હતો.
શ્રી દુર્ગેશભાઈ સોલંકી દ્વારા સતત ૨:૦૦ કલાક સુધી ખડેપગે ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. ૩૫ મિનીટની પ્રશ્નોત્તરીના સમય દરમ્યાન સમાજના ભાઈઓ-બહેનોનો ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમનું સુંદર સંચાલન જીજ્ઞાસાબેન પંકજભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય, ગણેશ વંદના બાદ, સંજયભાઈ દ્વારા સમાજના ચાલતા ગંભીર મુદ્દાઓની માહિતી આપીને આગામી કાર્યક્રમોના આયોજનની વિશેષ માહિતી ખુબજ સુંદર રીતે આપવામાં આવી હતી. શ્રી દુર્ગેશભાઈ સોલંકીના માર્ગદર્શન બાદ શ્રી હર્ષદભાઈ મકવાણા દ્વારા ચરોતર સમાજની માહિતી આપવામાં આવી હતી. શ્રી અનિલભાઈ પરમાર (એડવોકેટ) દ્વારા આભારવિધી બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.
આજના કાર્યક્રમમાં શ્રી નરેન્દ્રભાઈ(ગાયત્રી કેટરર્સ-ઇસરામાં) તરફથી ચા તથા બટાટા-પૌઆનો સ્વાદિષ્ટ નાસ્તો આપવામાં આવ્યો હતો.
શ્રી ભરતભાઈ (ઓમ સાઉન્ડ) દ્વારા સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
શ્રી વિમલભાઈ મકવાણા (નડિયાદ) તરફથી પ્રોજેક્ટરની સેવાઓ આપવામાં આવી હતી.
કાર્યક્રમની સફળતા માટે ચરોતર વણકર સમાજ તથા ચરોતરના વિવિધ ગામોમાં વસતા નામી-અનામી કાર્યકરોએ અથાગ મહેનત કરી હતી.
પારદર્શી વહીવટ:
વિદેશ – પેટલાદ સેમિનાર શુલ્ક ૧૩૩૫૦ રુ જેમાં:
૧૦૦૦૦ રુ – હોલ ભાડું પેટલાદ
૩૩૫૦ રુ –
1. સફાઈ હોલ અને વ્યવસ્થા
2. દીપ પ્રાગટ્ય સાધન ભાડે
3. સાઉન્ડ ઉપકરણો પરિવહન શુલ્ક
4. પાણીની બોટલ
5. કેટલીક ઝેરોક્સ
૯૩૮૦ રુ : બેનર, હેન્ડબિલ, સ્મૃતિ ચિન્હ, પેડ/પેન, પોસ્ટર્સ, પ્રતિસાદ ફોર્મ
કુલ – ૧૩૩૫૦ રુ+ ૯૩૮૦ રુ = ૨૦૦૪૦ રુ – માત્ર શ્રી દુર્ગેશભાઈ સોલંકી (નંદિની વિઝન) એ ચૂકવેલ.
Category Blog
08 May, 24
ચરોતર વણકર સમાજ આયોજિત વિદેશ સેમીનાર માં એર ટિકિટ, સ્ટુડન્ટ લોન, વર્ક પરમિટ, પરદેશમાં ઉપલબ્ધ વે
19 May, 24
વિદ્યાર્થી વિસા અને વર્ક પરમિટ વિસા માટેની વ્યક્તિગત મીટીંગ નડિયાદ ખાતે રાખવામાં આવી હતી. શ્ર
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની
માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્
તારીખ ૧લી ઓક્ટોમ્બર એટલે કે વણકર દિવસ ને યાદગાર બનાવવા માટે ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) તરફથી પ
વિશ્વ વણકર દિવસ ની તમામ વણકર ભાઈઓ, બેહનો, માતાઓ, વડીલો, યુવા મિત્રો, બાલિકાઓ, સૌને હાર્દિક શુભકામ
જનજાગૃતિની સભા વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ અને જલ્લા ખાતે યોજવામાં આવી. એકજ દિવસમાં ૫ ગામોમાં
0 Comments