Created date : 19 May 2024

વિદ્યાર્થી વિઝા અને વર્ક પરમિટ માટેનું વ્યક્તિગત માર્ગદર્શન નડિયાદ મુકામે આપવામાં આવ્યું

તા. 12.05.2024 ના રોજ પેટલાદ ખાતે ચરોતર વણકર સમાજ સંગઠન આયોજિત “વિદેશ મુદ્દા” ના સંદર્ભ માં student visa અને work permit visa ના સેમિનાર નું આયોજન થયુ હતુ, અને સમાજના ઘણા લોકોએ આ સેમિનાર એટેન્ડ કર્યો હતો. આ સેમિનારની મહત્વતા સમજી ને ઘણા લોકોએ ફરીથી આની follow up મીટિંગ કે સેમિનાર નું આયોજન થાય એવી feedback form માં પોતાની request જણાવી હતી. આના સંદર્ભમાં આયોજકોએ ફરીથી follow up meeting નું તારીખ ૧૮ મેં ૨૦૨૪ ના રોજ સવારે ૯:૩૦ કલાકે કુ. રેષા પટેલ કન્યા છાત્રાલય, કેનાલ પાસે, પીજ રોડ, નડીયાદ મુકામે આયોજન કર્યું હતું.  કાર્યક્રમના વક્તા શ્રી દુર્ગેશભાઇ ગાંધીનગર થી નડિયાદ આવ્યા હતા અને વિદેશ જવા ઈચ્છુક પધારેલ ભાઈ બહેનોને માર્ગદર્શન આપ્યુ હતું. પેટલાદ ના સેમિનાર માં જે લોકો હાજર રહી શક્યા નહોતા એ લોકોએ પણ માર્ગદર્શન મેળવવાની આ એક તક ઝડપી હતી. બધાને વ્યક્તિગત રીતે સાંભળીને માહિતી આપવામાં આવી હતી. 

પારદર્શી વહીવટ:

વિદેશ – નડિયાદ ફોલોઅપ સેમિનાર શુલ્ક

હોલનું ભાડું – ૧૦૦૦ રૂ

સફાઈ/વ્યવસ્થા – ૨૦૦ રૂ

આ ખર્ચો (૧૨૦૦ રુ) શ્રી સંજયભાઈ સોરલ તરફથી આપવામાં આવ્યો.

પફ (૧૦૦૦ રુ): શ્રી હર્ષદભાઈ તરફથી આપવામાં આવ્યા.

ઝેરોક્ષ + ચા (આશરે ૫૦ રુ) – શ્રી ભાવેશભાઈ તરફથી આપવામાં આવ્યુ.

Category Blog

વિદેશમાં અભ્યાસ તથા વર્ક પરમીટ માટે ફ્રી સેમીનાર ૧૨ મે ૨૦૨૪ ના રોજ પેટલાદ ખાતે સંપન્ન થયો

12 May, 24

વિદેશમાં અભ્યાસ અને વર્ક પરમીટ માટેનો સેમીનાર આજે પેટલાદમાં રાખવામાં આવ્યો હતો. ૧૦૦ જેટલા વિદ

જનજાગૃતિની મીટીંગ બાકરોલ મુકામે ૧૮ મે ૨૦૨૪ના રોજ યોજવામાં આવી

19 May, 24

આજે તા. ૧૮ મે ૨૦૨૪ ના રોજ, શ્રી રામજી મંદિર, બાકરોલ મુકામે રાત્રે ૮:૩૦ કલાકે ચરોતર વણકર સમાજની જનજ


0 Comments

Leave a Reply

Paroti