Created date : 01 July 2024

પેટલાદ ખાતે નિવૃત વરિષ્ઠ નાગરિકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

ચરોતર વણકર સમાજ -૪૫૦ પરગણા ના પેટલાદ શહેરના વિદ્યાર્થીઓ તથા હાલમાં નિવૃત થયેલ જ્ઞાતિબંધુઓના સન્માન સમારંભનો કાર્યક્રમ તા ૨૯ જુન ૨૦૨૪ ના રોજ પેટલાદ નગરપાલિકા કોમ્યુનીટી હોલમાં સાંજે ૬:૦૦ કલાકે આયોજિત કર્યો હતો.

વરસતા વરસાદમાં પણ ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજના અગ્રણીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ આર્યની આગેવાનીમાં ટીમની કામગીરી ખુબજ સુંદર હતી. શ્રી નગીનદાસ મકવાણા તથા તેમના ધર્મપત્ની નિરંજનાબેન પ્રમુખસ્થાને કાર્યક્રમનું આયોજન થયું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રગ્નેશભાઈ તથા શ્રી નિલેશભાઈ વાઘેલાએ કર્યું હતું. સમાજના વડીલો તથા મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ.

શ્રી કનુભાઈ ડોડીયાએ સમાજને સંગઠિત થવા આહવાન કર્યું હતું. મુરબ્બી શ્રી નટુભાઈ વિરોલા, વિજયભાઈ સુતરીયા, પુજાભાઈ વાઘેલા, પુષ્પાબેન મકવાણા, નિર્મળાબેન મકવાણા, કિશોરભાઈ દલપતભાઈ પરમાર તથા રસિકભાઈ મકવાણા વયમર્યાદાને કારણે સેવા નિવૃત થતા શ્રીમદ ભાગવત ગીતા તથા શાલ આપી સન્માનિત કર્યા હતા.

સમાજની બે દીકરીઓ, એક એમ.બી.બી.એસ. તથા એક યુનિવર્સિટી ગોલ્ડ મેડાલીસ્ટનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ તથા ૧૨ના વિધાર્થીઓને ટ્રોફી તથા મેડલ આપી સન્માનિત કર્યા હતા.

શ્રી હર્ષદભાઈ મકવાણાએ ૪૫૦ પરગણા સંગઠનની કામગીરી તથા ગત કાર્યક્રમોની માહિતી આપી હતી. શ્રી અનિલભાઈ વકીલ એ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

અંતે, સૌ પ્રીતિભોજન લઈને છુટા પડ્યા હતા.

સન્માનિત કરેલા વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ટ્રોફીના દાતાઓનો ખુબ ખુબ આભાર.

અહિયાં કેટલાક વિશેષ કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરવોજ રહ્યો. શ્રી સુરેશભાઈ રત્નદિપ(કેબલવાળા) , શ્રી દિપકભાઇ ચંદ્રપાલ, શ્રી રાકેશભાઈ વાઘેલા, શ્રી નરેશ મકવાણા, શ્રી મનીષભાઈ(સહયોગ સોસાયટી), શ્રી કાંતિભાઈ અને શ્રી વિનુભાઈ, ખૂબ જોરદાર કામ કર્યું કાર્યક્રમ ને સફળતા અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો.  ગાયત્રી કેટરર્સ ઇસરામાંના શ્રી નરેન્દ્રભાઈ, ફોટોગ્રાફર શ્રી જસ્ટીનભાઈ પરમાર, સાઉન્ડ સિસ્ટમ શ્રી ભરતભાઈ, ગીતાબેન પરમાર તથા બીજા ઘણા નામી અનામી કાર્યકરોએ કરેલી મહેનતનું પરિણામ આજની સફળતા છે.

Category Blog

જન જાગૃતિની મીટીંગ કાસોર ગામમાં યોજવામાં આવી

30 Jun, 24

કાસોર ગામમાં જન જાગૃતિની મીટીંગ યોજવામાં આવી. વણકર પંચની સહિયારી જમીન, સ્મશાન અને ડમ્પિંગ સાઈટ

જન જાગૃતિની મીટીંગ મહેળાવ ગામમાં યોજવામાં આવી

07 Jul, 24

ઘણા બધા પ્રશ્નો ની પોઝિટિવ ચર્ચા થઈ, ગામ ના પ્રશ્નો, સમાજ ના હાલ ના પ્રશ્નો, ભૂતકાળ ના પ્રશ્નો ની


0 Comments

Leave a Reply

Paroti