Created date : 12 July 2024

સ્મશાન ટેમ્પ્લેટ

સ્મશાન સુધારણા કાર્યક્રમ

ચરોતર વણકર સમાજ [૪૫૦ પરગણું] દ્વારા ચરોતર પંથકના તમામ ગામોમાં સ્મશાનની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેને લઈને ઝુંબેશ ચાલી રહી છેજેમાં

૧. સ્મશાનની જમીન નીમ ના હોઈ

૨. સ્મશાન ની જમીન નીમ હોઈ પણ તેના પર દબાણ હોઈ

૩. સ્મશાન ની જમીન નીમ હોઈ તો સ્મશાન સુધારણા માટે શું કરવું?

. સ્મશાનની જમીન નીમ ના હોઈ

સ્મશાનની નીમ ના હોઈ અને જમીન ન હોઈ ત્યારે ગ્રામ્યકક્ષાએ કોઈ પડતર કે ખરાબાની કે વર્ષોથી જ્યાં દફનવિધિ થતી હોઈ તેવા કિસ્સામાં જમીન મેળવવા માટે

૧.૧ સૌપ્રથમ જ્યાં દફનવિધિ કરતા હોઈ એ જગ્યાને અગ્રીમતા આપી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા અથવા ગ્રામસભામાં ઠરાવ કરવો પડે છે.

૧.૨ ત્યારબાદ ઠરાવની નકલ સાથે જમીન પ્રાપ્ત કરવા કલેકટર સાહેબશ્રીને લેખિતમાં ગામના પાંચ/પચીસ વ્યક્તિઓના સમૂહે રજુઆત કરવી.

૧.૨ આવી જમીન મળ્યા બાદ પુનઃ તેને સ્મશાન નીમ કરવા માટે પણ કલેકટર સાહેબશ્રીને લેખિતમાં રજુઆત કરી સ્મશાન નીમ કરાવી શકાય.

૧.૩ ત્યાર બાદ તેને જમીન માપણી કચેરીમાં જરૂરી ફી ભરી માપણી કરાવવા બાબતે ગ્રામ પંચાયતમાં અરજી આપી તેની માપણી કરાવવી.

૧.૪ માપણી સમયે હદ નિશાન નક્કી કરવાના રહેશે જેથી કોઈ દબાણ થાય તેના માટે કામ ચલાઉ ધોરણે ફૅન્સીન્ગ કરાવવું.

 

. સ્મશાનની જમીન નીમ હોઈ પણ તેના પર દબાણ હોઈ

આવા કિસ્સામાં ઉપર મુદ્દા માં જણાવ્યા મુજબ માપણી કચેરીમાં નિયત ફી ભરી માપણી કરાવી હદ નિશાન નક્કી કરાવવા.

ત્યારબાદ દબાણ દૂર કરવા કલેકટર સાહેબશ્રી અને જમીન દબાણ અધિકારી જિલ્લા પંચાયતને લેખિત રજુઆત કરવી.

.સ્મશાનની જમીન નીમ હોઈ તો સ્મશાન સુધારણા માટે શું કરવું?

સ્મશાન નીમ હોય તેવા કિસ્સામાં સૌપ્રથમ સ્મશાનની જગ્યા ઉપર

૧. કમ્પાઉન્ડ વોલ

૨. બેસવાની વ્યવસ્થા

૩. શબને અગ્નિદાહ આપવા શેડ

૪. સ્મશાનમાં જવા માટે રસ્તો

૫. અગ્નિદાહના લાકડા [સાધન સામગ્રી] મુકવા માટે ઓરડી વગેરે કામો માટે શું કરવું?

સૌપ્રથમ સ્મશાનના ઉપયુક્ત કામોની અગ્રીમતા સમાજના લોકો સાથે મળીને નક્કી કરવી ત્યારબાદ એ કામો માટે નીચે જણાવેલ અધિકારી /પદાધિકારીઓને લેખિત અરજીથી રજુઆત કરવાથી સરકારી ગ્રાન્ટ મળી શકે છે. જેમાં

. મા. રાજ્યસભાના સભ્ય શ્રી

. મા. સંસદસભાના સભ્ય શ્રી

. મા. ધારાસભ્ય શ્રી

. તાલુકા પંચાયતના આયોજનમાંથી

. મા. કલેક્ટર સાહેબશ્રી

. મા. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ

. કેન્દ્રીય નાણાંપંચ

. A.T.V.T યોજના

  • ઉપરમાં જણાવ્યા મુજબ સંબંધિત અધિકારી/પદાધિકારીઓને રજુઆત લેખિત સ્વરૂપે અરજીથી કરવાની રહેશે. અરજી સાથે સ્મશાન નીમ ૧૨ની નકલ મુકવાની રહેશે અને સંભવીત ખર્ચની રકમ જણાવવી. [શક્ય હોઈ તો ટેમ્પરરી એસ્ટીમેન્ટ પણ મૂકવું]. તાલુકા પંચાયતના આયોજન દર નાણાંકીય વર્ષ પૂર્ણ થયે કરવામાં આવે છે એટલે કે એપ્રિલ માસમાં, આ માટે

૧. તાલુકા પંચાયત વિકાસ અધિકારીશ્રીને અથવા

૨. તાલુકા પંચાયત પ્રમુખશ્રીને અથવા

૩. તાલુકા પંચાયત સભ્યશ્રીને રજુઆત કરી દેવી.

  • મા. રાજ્યસભા/સંસદસભા/ધારાસભા સભ્યશ્રીને ગ્રાન્ટ મેળવવા સીધી અરજી આપી રજુઆત કરી શકાય. નાણાંપંચના કામો માટેનું આયોજન ગ્રામ પંચાયત/તાલુકા પંચાયતમાં થાય છે. તેથી તેમાંથી ગ્રાન્ટ મેળવવા ગ્રામ પંચાયત/તાલુકા પંચાયતમાં રજુઆત કરી શકાય.

ગ્રાન્ટ ફાળવ્યા બાદની પ્રક્રિયા

ગ્રાન્ટ ફાળવ્યા બાદ, જ્યારે તાલુકામાંથી એન્જીનીયર સાહેબ સ્થળ ઉપર આવે ત્યારે જે એસટીમેન્ટ બનાવવાનુ છે તે માટે રુબરુ ચર્ચા કરી એસટીમેન્ટ માપ સહીત બનાવડાવવુ. આ બહુ જરૂરી પ્રક્રિયા છે.

આમ સબંધિત તાલુકા પંચાયતમાં તેના એસ્ટીમેન્ટ બનાવી પ્લાન સાથે જિલ્લા આયોજન અધિકારીની કચેરીમાં વહીવટી માટે મોકલવામાં આવશે.

જિલ્લા આયોજન મંડળમાંથી વહીવટી મંજૂરી મળ્યા બાદ પાંચ લાખ સુધીનું કામ હોઈ તો એ સબંધિત ગ્રામ પંચાયતને સુપ્રત કરવા વર્ક ઓર્ડર તાલુકા પંચાયત આપશે. પાંચ લાખથી વધુ કામ હોઈ તો તાલુકા કક્ષાએથી તેની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરી વિસ્તાર માટેની કાર્યવાહી સ્થાનિક નગરપાલિકા કક્ષાએથી થશે. તેમને માત્ર તાલુકા પંચાયત અને A.T.V.T યોજના લાગુ પડશે નહિ.  પરંતુ

૧. મા. રાજ્યસભાના સભ્ય શ્રી

૨. મા. સંસદસભાના સભ્ય શ્રી

૩. મા. ધારાસભ્ય શ્રી

૪. કેન્દ્રીય નાણાંપંચ [ચીફ ઓફીસર]

૫. મા. કલેકટરશ્રીની ગ્રાન્ટ લાગુ પડશે.

નોંધ: ઉપરમાં જણાવેલ તમામ કામગીરી કરવા સ્થાનિક કક્ષાએ કમિટી બનાવીને પણ કામ કરી શકાય અને કમિટી ના બનાવવી હોઈ તો રસ ધરાવતા વ્યક્તિઓ કામ કરી શકશે. કામ ચાલુ થાય ત્યારે સ્થળ ઉપર ચોક્કસ ઘ્યાન આપવું અને દેખરેખ રાખવી.

ચરોતર વણકર સમાજ [૪૫૦ પરગણું] સ્મશાનના કામોમાં તમારી સાથે છે, તમે કોઈ પણ સલાહ સૂચન કે કોઈ પણ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો. અમારા કાર્યકર્તાઓના નંબર અહીં મુકેલ છે તમે એમનો સંપર્ક કરી શકો છો.

વિનુભાઈ વીરાભાઇ મકવાણા (70966 04755)                      

સંજયકુમાર શીવાભાઈ સોરલ (99986 05591)                                                      

ચરોતર વણકર સમાજ [૪૫૦ પરગણું]                       [Date – 12/07/2024]

Category Blog

જન જાગૃતિની મીટીંગ પેટલી ગામમાં યોજવામાં આવી

11 Jul, 24

આજે સાંજે પેટલી ગામ ની મુલાકાત લીધી. અત્યાર સુધીમાં પેટલી ગામ માં સમાજ ની આ પેહલી મિટિંગ હતી.આપણ

જન જાગૃતિની મીટીંગ બાંધણી ગામમાં યોજવામાં આવી

14 Jul, 24

પેટલાદ તાલુકાના બાંધણી ગામમાં ધીરુભાઈના પ્રયત્નોથી જન જાગૃતિની મીટીંગ યોજવામાં આવી હતી.


0 Comments

Leave a Reply

Paroti