Created date : 29 July 2024

જન જાગૃતિની મીટીંગ સોજીત્રા ગામમાં યોજવામાં આવી

જય મહારાજ,
ગઈકાલે 28/7/24 ને રવિવારે પૂરો દિવસ કાર્યકર્તા મિત્રો એ કામ જ કર્યું. બપોરે 2:00થી 4:30 પેટલાદમાં અત્યાર સુધી ના કામની ચર્ચા કરી આગામી કામગીરી શુ કરવી તેની વિચારણા કરી કેટલાક મિત્રો એ પ્રવાસ માટે સજ્જતા બતાવી એટલે આગામી કામ ખુબજ સારુંજ રહેશે.
પેટલાદથી સાંજે 5:00 વાગ્યે બધા સંત શ્રી સવૈયાનાથ દાદા ની પ્રસાદી નું ધામ એટલે ચરોતર નું એક માત્ર ગામ સોજીત્રા પહોચ્યા.
ચરોતર વણકર સમાજ 450પરગણા ના ધીરુભાઈ, કનુભાઈ ડોડીયા, દીપકભાઈ, મનીષભાઈ, શાંતિલાલભાઈ, મહેન્દ્રભાઈ, ચિરાગભાઈ, સુરેશભાઈ, પ્રકાશભાઈ, અરવિંદભાઈ, અમિતભાઇ, વિમલભાઈ, મનુભાઈ, હેમાબેન, નલિનીબેન વગેરે કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પરગણા ના સહુથી મોટા ગામમાં ખુબજ સારો આવકાર મળ્યો. અપેક્ષા મુજબ જ સારી ચર્ચાઓ થઈ. સાંપ્રત સમયમાં સમાજના વિવિધ પ્રશ્નો, સંગઠનમાં હજુ સારુ કામ કેમનું થાય તે, સંગઠનમાં સુધારાવધારા શુ કરવા, આવા ઘણા બધા પ્રશ્નો ની ચર્ચાઓ થઈ.
મનોજભાઈ, ઉમેશભાઈ, રાજુભાઈ, ઋષિકેશભાઈ, નરેશભાઈ, દિનેશભાઇ, દેવેન્દ્ર ભાઈ, બિપિનભાઈ, તથા ઘણા બધા વડીલો યુવાનો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
લગભગ 85થી 90 ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પરગણા ના મોભ એવા સોજીત્રા ના તમામ નામી અનામી સૌ નો ચરોતર વણકર સમાજ 450પરગણા વતી હું આભાર માનું છુ.
રાજુભાઈ, ઉમેશભાઈ, મનોજભાઈ, ઋષિકેશભાઈ એ સમાજ ના કાર્યો માં જોડાવા તત્પરતા દર્શાવી તેઓને અમારી ટીમ માં આવકારું છુ. આપસૌ અમારી સાથે ખભે ખભો મિલાવી સમાજ ઉપયોગી કાર્યો માં કામ કરશો તેવી આશા.
લગ્ન માટે ના 12 ફોર્મ ભરાયા. તેમનો વિશેષ આભાર 🙏🙏🙏
અમે એકપણ રૂપિયો લીધા વિના જે કામ કરી રહ્યા છીએ તેનું આ પરિણામ છે.
આપનો,
હર્ષદ મકવાણા,
નડિયાદ, ના જય સવૈયાનાથ 🙏🙏🙏
જય ભીમ 🙏🙏🙏

Category Blog

ચરોતર વણકર સમાજ અને મહિલા ભજન મંડળ દ્વારા ઝાંઝરકા પ્રવાસ

23 Jul, 24

ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણા તથા શિવશક્તિ મહિલા ભજન મંડળ પેટલાદ દ્વારા ગુરુપૂર્ણિમા તા-૨૧-૦૮-૨૦૨૪

Information about grant received by Gram Panchayat

14 Aug, 24

ગ્રામજનો નીચેની યોજનાઓ ગોખી રાખો અથવા તમારી અંગત ડાયરીમાં લખી રાખો.... સમયાંતરે તલાટી સરપંચ ને ય


0 Comments

Leave a Reply

Paroti