Created date : 02 October 2024

વણકર દિવસની ઉજવણી ના ભાગરૂપે રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પનાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

તારીખ ૧લી ઓક્ટોમ્બર એટલે કે વણકર દિવસ ને યાદગાર બનાવવા માટે ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) નાં અંકિત ભાઈ મકવાણા ના નેત્રુત્વ હેઠળ પેટલાદ કોમ્યુંનીટી હોલ ખાતે વણકર દિવસની ઉજવણી ના ભાગરૂપે રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પનાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમાજ અગ્રણી કાર્યકર મનુ ભાઇ,રમણ ભાઈ અજય ભાઈ મેહુલ ભાઈ અને પેટલાદ શહેર અને આજુ બાજુના ગામડા માં વસતા સમાજ ના ભાઈ બહેનો એ કાર્યક્રમ માં હાજરી આપી.

આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે નીચે દર્શાવેલ દાતાઓએ ખર્ચ ઉઠાવેલ છે.

૧. મનુભાઈ પરમાર ( ટુંડેલ )
૨. સંજયભાઈ સોરલ (પલાણા)
૩. મંજુલાબેન મકવાણા (પલાણા)

અમારી માહિતી મુજબ ટોટલ ૩૪ લોહી નું બોટલ નું દાન કરવામા આવ્યુ અને ૬૦ થી વધારે લોકો પોતાનાં હેલ્થ ચેકઅપ કરાવી ડૉક્ટર પાસે સલાહ સૂચન લીધા હતા .

અંતમાં ભાઈ બહેનો સુરુચિ ભોજન લઈ ને વણકર દિવસ ની ઉજવણી કરી હતી.

સહયોગ આપનાર દરેક સમાજના બિરાદરો તથા હોસ્પિટલ સ્ટાફનો ખુબ ખુબ આભાર.

અંકિત મકવાણા
ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું)

Category Blog

વિશ્વ વણકર દિવસ 1 ઓક્ટોમ્બર

01 Oct, 24

વિશ્વ વણકર દિવસ ની તમામ વણકર ભાઈઓ, બેહનો, માતાઓ, વડીલો, યુવા મિત્રો, બાલિકાઓ, સૌને હાર્દિક શુભકામ

ચરોતર વણકર સમાજ પેટલાદ યુનિટ દ્વારા પેટલાદમાં આવેલ કોમ્યુનિટી હોલમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું

04 Oct, 24

માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્


0 Comments

Leave a Reply

Paroti