Created date : 19 May 2024

જનજાગૃતિની મીટીંગ બાકરોલ મુકામે ૧૮ મે ૨૦૨૪ના રોજ યોજવામાં આવી

આજે તા. ૧૮ મે ૨૦૨૪ ના રોજ, શ્રી રામજી મંદિર, બાકરોલ મુકામે રાત્રે ૮:૩૦ કલાકે ચરોતર વણકર સમાજની જનજાગૃતિની બેઠક મળી. વણકર વાસના વડીલો, માતાઓ, બહેનોએ ખુબજ આત્મીયતાથી આવકાર આપ્યો.

શ્રી રામજી મંદિરના વિશાલ પટાંગણમાં સારી ચર્ચા વિચારણા થઇ.જુદા જુદા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી.

બાકરોલના જયંતિભાઈ, ચીમનભાઈ, નરેન્દ્રભાઈ, કાભઈભાઈ, શનાભાઈ તથા અન્ય વડીલોએ આત્મીયતાથી અમને સાંભળ્યા તેમજ માર્ગદર્શન પણ આપ્યું. પ્રકાશભાઈ વણકર તથા જીગ્નેશભાઈ વણકર આપણા સમાજની સેવાકીય પ્રવૃતિઓમાં જોડાવા સહમત થયા છે.

૨૧ વડીલો તથા ૧૩ માતાઓ બહેનોએ ભાગ લીધો હતો. ચરોતર વણકર સમાજના હેમલતાબેન વૈષ્ણવ, નલીનીબેન ડોડીયા, શાંતિલાલભાઈ, કમલેશભાઈ, કનુભાઈ, વિમલભાઈ, કિશનભાઈ તથા હર્ષદભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Category Blog

વિદ્યાર્થી વિઝા અને વર્ક પરમિટ માટેનું વ્યક્તિગત માર્ગદર્શન નડિયાદ મુકામે આપવામાં આવ્યું

19 May, 24

વિદ્યાર્થી વિસા અને વર્ક પરમિટ વિસા માટેની વ્યક્તિગત મીટીંગ નડિયાદ ખાતે રાખવામાં આવી હતી. શ્ર

વિદ્યાર્થી માર્ગદર્શન અને સન્માન સભારંભ

25 May, 24

આપણા સમાજના ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન તથા સન્માન સમારંભનું આયોજન વડતાલ મુકામે


0 Comments

Leave a Reply

Paroti