Created date : 22 July 2024

જન જાગૃતિની મીટીંગ નાર ગામમાં યોજવામાં આવી

પેટલાદના રહીશ શ્રી પુરુષોત્તમ ચાંગાકર ના ભાણા ઇદ્રેશભાઈ નાર, ના પ્રયત્નોથી આયોજિત આ મીટીંગ માં ધીરુભાઈ આર્ય (પેટલાદ)તેમજ નાર ગામના આગેવાનો, યુવાનો, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મીટીંગના પ્રારંભમાં ધીરુભાઈ એ સમગ્ર મીટીંગનો હેતુ ઉપસ્થિત સૌ નાર ના વડીલો, યુવાનો અને બહેનોને સૌમ્ય અને સરળ ભાષામાં સમજાવ્યો. સંગઠન કરવાનું કારણ અને સંગઠિત થવાથી થતા ફાયદા અંગે લોકોને માહિતગાર કર્યા. ઉપસ્થિત સૌને સંગઠનમાં જોડાવા, વોટ્સએપ ગ્રુપ, ફેસબુક તેમજ ચરોતર વણકર સમાજ(450) પરગણાના વેબસાઈટ ની સમજણ આપી. નાર ગામના વણકર સમાજના પ્રશ્નો અંગે ચર્ચા થઈ, યુવક યુવતીના લગ્ન માટે નલીનીબેન ડોડીયા નો ફોન નંબર આપી,ગામના યુવક યુવતિના બાયોડેટા ડાયરેક્ટ તેમના whatsapp પર મોકલવા ની સમજ આપી. ગામના યુવાનો, વડીલોનો સહકાર સાંપડ્યો, સંગઠનમાં જોડાઈને મિટિંગમાં હાજર રહેવા સૌ વડીલો તૈયાર થયા.
તેમજ સુરેશભાઈ(પેટલાદ), દીપકભાઈ, રાજપાલ(પેટલાદ), ભાનુભાઈ મકવાણા(પેટલાદ) તથા મહેન્દ્રભાઈ પરમાર(પેટલાદ) પોતાની ઓળખ આપી સ્મશાન, તેમજ અત્યાર સુધી થયેલા દરેક કાર્યક્રમની વિગતો આપી. મિટિંગ યોજવા બદલ અને સૌને શાંતિથી સાંભળવા બદલ શ્રી ભાનુભાઈ મકવાણા એ વણકર સમાજનો આભાર માન્યો.

Category Blog

Check CoS Letter for UK

19 Jul, 24

તમારા cos letter ની સચ્ચાઈ અહી આપેલી એક લાખ કંપની લીસ્ટ માં ચેક કરી શકો છો. અહી યુ.કે. (યુરોપ) ની લીસ્ટેડ

ચરોતર વણકર સમાજ અને મહિલા ભજન મંડળ દ્વારા ઝાંઝરકા પ્રવાસ

23 Jul, 24

ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણા તથા શિવશક્તિ મહિલા ભજન મંડળ પેટલાદ દ્વારા ગુરુપૂર્ણિમા તા-૨૧-૦૮-૨૦૨૪


0 Comments

Leave a Reply

Paroti