Created date : 30 June 2024

જન જાગૃતિની મીટીંગ કાસોર ગામમાં યોજવામાં આવી

સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું)ની આજે સફળ મીટીંગ મળી. મિટિંગમાં ચાંગા ગામના જગદીશભાઈ, કિશનભાઇ, મહેળાવના દિનેશભાઈ, પેટલાદના મહેન્દ્રભાઈ, ચિરાગભાઈ ઉપરાંત બહેનોમાં ઉષાબેન ,ગીતાબેન, નયનાબેન હાજર રહયા.

આજની મીટીંગ બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમા સમક્ષ મળી. મિટિંગમાં કાસોર ગામના ૩૭ વણકર ભાઈઓ ઉપસ્થિત રહ્યા.

મિટિંગના પ્રારંભમાં કાસોરના શાંતિલાલ વાઘેલાએ મીટીંગ કરવાનો હેતુ, જરૂરિયાત અને સંગઠનના ફાયદા અંગે ઉપસ્થિત સૌ સભ્યો સમક્ષ વાત મૂકી. આ અગાઉ ચરોતર વણકર સમાજ દ્વારા થયેલ વિવિધ કાર્યક્રમો જેવા કે સીપીઆર તાલીમ, વણકર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ, સમાજના વિદેશ જવા ઈચ્છતા યુવાનોને માર્ગદર્શન મળી રહે તે માટે પેટલાદમાં થયેલ કાર્યક્રમ વિશે અને નડિયાદ, ચાંગા, ભડકદ ,ખાંધલી, બાકરોલ, સુદરણા, ધર્મજ માં થયેલ મીટીંગો વિશે સૌને માહિતગાર કર્યા. ત્યારબાદ મિટિંગનો દોર દિનેશભાઈએ સંભાળ્યો હતો તેઓએ ખૂબ જ સૌમ્ય ભાષામાં સંગઠન અંગે વાત કરી. જગદીશભાઈ એ પણ સંગઠન ને મજબૂત બનાવવા માટે સૌ ભાઈઓને સહકાર આપવા અપીલ કરી. કિશનભાઇ એ પણ સમાજની વિવિધ કામગીરી અને મુદ્દાઓ અંગે માહિતી આપી. વણકર સમાજ ના સ્મશાન અંગે થયેલી કામગીરી તેમજ સમૂહ લગ્નના આયોજન અંગે સૌને માહિતગાર કર્યા.
  આજની મિટિંગમાં નારી શક્તિ માંથી ગીતાબેન ની તબિયત નાદુરસ્ત હોવા છતાં મિટિંગમાં ઉપસ્થિત રહયા. ગીતાબેન, ઉષાબેન અને નયનાબેન એ ઘરે ઘર ફરીને બાયોડેટા એકત્ર કર્યા.
    મિટિંગના પરિણામ સ્વરૂપ કાસોર ગામના ૧૧ સભ્યો જન જાગૃતિ માં જોડાયા, અને જ્યાં પણ મીટીંગ હોય ત્યાં હાજર રહેવા સહમત થયા. મિટિંગમાં ઉપસ્થિત સૌ કોઈએ કોઈ પણ જાતનો  વિરોધ વિના તમામ સભ્યો ચરોતર વણકર સમાજના સંગઠનને સહકાર આપવા સહમત થયા.
      વિજયભાઈ મકવાણા એ પણ એકબીજાના ટાટીયા ખેચવાના બદલે હાથ પકડીને સૌને ઉપર લાવવાની માર્મિક વાત અને ટકોર સૌને કરી. મિટિંગના અંતે પ્રકાશભાઈ વાઘેલાએ આભાર વિધિ કરી સૌ ને આ નેક કામમાં જોડાવા અપીલ કરી. મિટિંગમાં વરસાદ થોડો અવરોધ રૂપ બન્યો હતો. પરંતુ ગાયત્રી મંદિરમાં બાકી રહેલા સ્થાનિક ગામના પ્રશ્નોની ચર્ચા કરી. મુખ્યત્વે કાસોર વણકર પંચના સહીયાર ખેતરની માપણી કરી બોર્ડર કરવાની અને સ્મશાનની જમીન નીમ કરવાના મુદ્દા  ચર્ચાયા. સ્થાનિક પ્રશ્નોની ચર્ચા બાદ સ્થાનિક યુવાનોએ સહકાર આપવાની સહમતિ આપી અને અન્ય ગામોની મિટિંગમાં હાજર રહેવા સહમત થયા.

Category Blog

જોગણ અને ખડાણામાં બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.

27 Jun, 24

જોગણ અને ખડાણામાં બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.

પેટલાદ ખાતે નિવૃત વરિષ્ઠ નાગરિકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

01 Jul, 24

ચરોતર વણકર સમાજ -૪૫૦ પરગણા ના પેટલાદ શહેરના વિદ્યાર્થીઓ તથા હાલમાં નિવૃત થયેલ જ્ઞાતિબંધુઓના સ


0 Comments

Leave a Reply

Paroti