Created date : 17 June 2024

પલાણા, વસો, ગંગાપુર, રામપુર ગામોમાં બહેનોની લગ્નવિષયક મીટીંગ તા ૧૬-૦૬-૨૦૨૪ ના રોજ મળી

તા-૧૬-૦૬-૨૦૨૪ રવિવારે ના સવારે ૧૦-૩૦ કલાકે પલાણા ગામમાં લગ્ન વિષયક બહેનોની મિટિંગ મળી.જેમા ભરૂચથી ઉષાબેન, ઘુટેલીથી સ્નેહાબેન, પેટલાદ થી ગીતાબેન, પુષ્પાબેન,નલીનીબેન, નડિયાદ થી હેમાબેન અને હીનાબેન.સૌ બહેનોને એ હાજર રહેલ પલાણા ગામ ની બહેનો સાથે ચર્ચા કરી ચાર ભાગ માં વહેંચાઈ ડોર ટુ ડોર દરેક ધરોની મુલાકાત લઈ અંબામાતા મંદિર માં સૌ બહેનો ભેગા થઈ ચર્ચા કરી.પલાણાથી અમારી સાથે કામ કરેલ વર્ષાબેન, નમ્રતાબેન, વંદનાબેન તથા હાજર બહેનો નો આભાર માન્યો.કુલ ૧૯ યુવાઓના લગ્ન બાબતે ફોર્મ ભર્યા અનેક લોકો મળી શક્યા નથી તેમના વાલીઓ એ પાછળથી ફોર્મ ભરવા જણાવતાં અમે પલાણા થી વસો ગયા ત્યાં બે ફોર્મ ભરાયાં,વસો જતાં સંજયભાઈ એ ડ્રાઈવર સાથે ગાડી મોકલી સેવામાં સહભાગી બન્યા.વસોથી અમે ગંગાપુર તથા રામપુર જઈ સંગીતાબેન ને મળી ૮ જેટલાં ફોર્મ ભરતા કુલ.૨૯ ફોર્મ અમારી પાસે આવી ગયા છે.વસોથી ચિરાગભાઈ એ ગાડી ની સેવાઓ આપી છેલ્લે સ્મશાન મિટિંગ માં હાજર રહી.નડીઆદ હોટલમાં હર્ષદભાઈ તરફથી ભોજન કરીને પોતાના ઘરે ગયા.આવતા રવિવારે પેટલાદ ખંભાત વચ્ચે ના ચરોતરના ગામમાં ફરી લગ્ન વિષયક કામગીરી કરવાનાં છીએ.જે કોઈ પાસે એ બાજુ ના ગામમાં રહેતાં બેન ના નંબર અમને આપશો તો અમે આ બાબતે ચર્ચા કરી આગળની સફળતા મેળવવા પ્રયત્ન કરી શકીશું.અમને સહકાર આપનાર સૌ ભાઈઓનો બહેનો તરફથી ખૂબ આભાર

Category Blog

ચરોતર વણકર સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું

03 Jun, 24

વડતાલ સ્વામિનારાયણ મંદિરના યાત્રિક ભંડાર ભુવન ખાતે ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું)ના વિદ્યાર્થી

પલાણા ગામે સ્મશાન સુધારણાની મીટીંગમાં સિહોલ, ચાંગા, ગંગાપુર, કાસોર, નડિયાદ ગામોના સ્મશાનની પરિસ્થિતિની ચર્ચા થઈ

17 Jun, 24

તા. ૧૬/૦૬/૨૦૨૪ ના રોજ પલાણાં મુકામે મળેલ સ્મશાન સુધારણા નિર્માણ અંગેની સભામાં ખૂબ સારો પ્રતિસા


0 Comments

Leave a Reply

Paroti