ચરોતર વણકર સમાજ પેટલાદ યુનિટ દ્વારા પેટલાદમાં આવેલ કોમ્યુનિટી હોલમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું
માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્
Created date : 03 June 2024
વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ચરોતર વણકર સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન
વડતાલ સ્વામિનારાયણ મંદિરના યાત્રિક ભંડાર ભુવન ખાતે ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું)ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને સન્માન સમારંભનું આયોજન તારીખ 2 જુનને રવિવારે કરાયું હતું. જેમાં ધોરણ 10 અને 12 મા ઉચ્ચ ટકાવારી સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરાયા હતા. કેયા દુષ્યંતભાઈ મકવાણા બીએસસી માઈકોબાયોલોજીમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.અને વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ઉપસ્થિત 170 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. ધોરણ 10 પછી ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો અંગે અને ધોરણ 12 આર્ટસ ,કોમર્સ અને સાયન્સ વિષયના વિદ્યાર્થીઓને આગળ ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેનું માર્ગદર્શન ઉપસ્થિત નિષ્ણાતો એ આપ્યું હતું. કાર્યક્રમમાં ચરોતર વણકર સમાજના 150 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ, કાર્યકરો, સ્વયમ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડતાલ મંદિરના સ્વામી પાઠ શ્યામ સ્વામીએ પ્રેરણાદાયી પ્રવચન થકી આશીર્વાદ તેમજ પોત્સાહન પૂરું પાડ્યું હતું.
ધોરણ ૧૦ માં ક્રીશી સંજયકુમાર મકવાણા તથા માનસી બચુભાઈ પરમાર ને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. શિવમ દિનેશકુમાર સુતારીયાને સિલ્વર મેડલ આપવામાં આવ્યો. હીતકુમાર અનિલભાઈને બોન્ઝ મેડલ આપવામાં આવ્યો.
ધોરણ ૧૨ સાયન્સમાં ધ્રુવ કિરીટભાઈ મકવાણાને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. ઓમ નીલેશકુમાર વાઘેલાને સિલ્વર મેડલ આપવામાં આવ્યો. હાર્દી આશિષકુમાર અમીનને બોન્ઝ મેડલ આપવામાં આવ્યો.
ધોરણ ૧૨ કોમર્સમાં ઉર્વશી નયનકુમાર પરમારને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. પરમાર ધવલકુમાર અશોકભાઈને સિલ્વર મેડલ આપવામાં આવ્યો. માહી કમલેશભાઈ મકવાણાને બોન્ઝ મેડલ આપવામાં આવ્યો.
ધોરણ ૧૨ આર્ટ્સમાં ચિંતન હર્ષદભાઈ વણકરને સિલ્વર મેડલ આપવામાં આવ્યો. ઋષિ જે. મકવાણાને બોન્ઝ મેડલ આપવામાં આવ્યો.
Category Blog
25 May, 24
આપણા સમાજના ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન તથા સન્માન સમારંભનું આયોજન વડતાલ મુકામે
17 Jun, 24
પલાણા, વસો, ગંગાપુર, રામપુર ગામમાં બહેનોની લગ્નવિષયક મીટીંગ રવિવાર તા-૧૬-૦૬-૨૦૨૪ ના રોજ મળી.
માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્
તારીખ ૧લી ઓક્ટોમ્બર એટલે કે વણકર દિવસ ને યાદગાર બનાવવા માટે ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) તરફથી પ
વિશ્વ વણકર દિવસ ની તમામ વણકર ભાઈઓ, બેહનો, માતાઓ, વડીલો, યુવા મિત્રો, બાલિકાઓ, સૌને હાર્દિક શુભકામ
જનજાગૃતિની સભા વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ અને જલ્લા ખાતે યોજવામાં આવી. એકજ દિવસમાં ૫ ગામોમાં
જનજાગૃતિ સભા ટુંડેલ, રામોલ, મલાતજ અને ભવાનીપુરામાં યોજવામાં આવી. જનજાગૃતિ માટે ધમાકેદાર રવિવા
0 Comments