Created date : 25 May 2024

વિદ્યાર્થી માર્ગદર્શન અને સન્માન સભારંભ

ચરોતર વણકર સમાજ – ૪૫૦ પરગણું
 
વિદ્યાર્થી માર્ગદર્શન અને સન્માન સભારંભ:
આપણા સમાજના ધોરણ ૮ થી ૧૨ના પાસ/નાપાસ વિદ્યાર્થીઓનો માર્ગદર્શન તથા સન્માન સમારંભનું આયોજન કરેલ છે.
 
આપણા સમાજના છોકરાઓમાં અંગ્રેજી ભાષાની પકડ છેક પાયામાંથી આવે એ હેતુથી ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) તરફથી સ્પોકન ઈંગ્લીશના ઓનલાઇન ક્લાસીસ, ફક્ત વડતાલ સેમિનારમાં આવનાર વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
 
સમારંભના કેટલાક મહત્વના મુદ્દાઓ:-
૧. વિદ્યાર્થીઓ તથા વાલીઓ જુદા જુદા વિષયોનું માર્ગદર્શન મેળવી પોતે રસ ધરાવતા ક્ષેત્રે આગળ વધવામાં નિર્ણય લઇ શકે.
૨. દરેક વિષયના નિષ્ણાતો દ્વારા યોગ્ય માર્ગદર્શન.
૩. ધોરણ ૧૦, ૧૨ અને કોલેજમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓના અનુભવો.
૪. શૈક્ષણિક માહિતી સભરના નાના મોટા અભ્યાસક્રમને લગતા પેમ્પલેટ વિતરણ.
૫. ચરોતર વણકર સમાજના વિવિધ દાતાઓશ્રી દ્વારા દરેક વિદ્યાર્થી મિત્રોને ભેટ.
 
વાલીમિત્રો, આપના બાળકોની કારકિર્દીના યોગ્ય ઘડતર માટે આપ પણ બાળકો સાથે હાજર રહેશો.
તારીખ : 2 જૂન ૨૦૨૪, રવિવાર
સમય : સવારે ૮:૩૦ થી ૧૧:૩૦
સ્થળ : યાંત્રિક ભંડાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામ.
 
હજી સુધી આપે આપના બાળકો માટે ફોર્મ ના ભર્યું હોય તો અહીંથી ફોર્મ ભરી શકો છો:- https://forms.gle/E3ByYkLXak9SrLid8
 
સ્વરુચિ ભોજન સાથે લઈશું. જય મહારાજ.

Category Blog

જનજાગૃતિની મીટીંગ બાકરોલ મુકામે ૧૮ મે ૨૦૨૪ના રોજ યોજવામાં આવી

19 May, 24

આજે તા. ૧૮ મે ૨૦૨૪ ના રોજ, શ્રી રામજી મંદિર, બાકરોલ મુકામે રાત્રે ૮:૩૦ કલાકે ચરોતર વણકર સમાજની જનજ

ચરોતર વણકર સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું

03 Jun, 24

વડતાલ સ્વામિનારાયણ મંદિરના યાત્રિક ભંડાર ભુવન ખાતે ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું)ના વિદ્યાર્થી


0 Comments

Leave a Reply

Paroti