Created date : 21 June 2024

સુંદરણા ગામમાં જન જાગૃતિની મીટીંગ યોજવામાં આવી

આજ રોજ તારીખ ૨૦-૦૬-૨૦૨૪ ના રોજ સુદંરણા ગામે ચરોતર વણકર સમાજનાં બેનર હેઠળ સમાજ જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુંદરણા ગામના નટુભાઈ વિરોલા નાં દિશાનિર્દેશ હેઠળ ગામના વણકર વડીલો, યુવાઓ અને બહેનોએ કાર્યક્રમમાં હાજરી આપી.

આજની મિટિંગમાં આટલા મુદ્દા ચર્ચા કરવામાં આવ્યા

  1. આપણા નિયમો અને સિદ્ધાંતો, જાગૃતિ ફેલાવવા ની જરૂર કેમ પડી એની સમજણ આપી.
  2. વિદેશ બાબત સેમિનાર થયો એની માહિતી આપી.
  3. શૈક્ષણીક માહિતી ને ઇનામ વિતરણ કરાયું હતું એની માહિતી આપી.
  4. સ્મશાન બાબત ખૂબ જરૂરી કામ ચાલી  રહ્યું છે એની માહિતી આપી.
  5. લગ્ન વિષયક બાબતે બહેનો ખુબ સરસ કામ કરી રહ્યા છે. સુંદરણામાં લગ્નવિષયક ફોર્મ ભરવામાં આવ્યા.
  6. રોજગારી, ને ધંધા લગતી ડાયરેકટરી પર કામ ચાલુ છે. રોજગારી માટેના ફોર્મ ભરવામાં આવ્યા.
  7. કાનૂની પ્રશ્નો માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
  8. ગામ ના લોકલ મુદ્દા પર ચર્ચા થઇ.

સુંદર આયોજન કરવામાં આવ્યું, વણકર સમાજ નો સાથ વણકર સમાજ નો વિકાસ ના વિષય પર ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ આગળ થનારા આયોજન અંગેની માહિતી આપી સભાનું સમાપન કરવામાં આવ્યું.
ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો.
આભાર સુંદરણા ગામના સૌ વણકર વાસીઓનો.
જય મહારાજ.
જય શ્રી કૃષ્ણ.

Category Blog

પલાણા ગામે સ્મશાન સુધારણાની મીટીંગમાં સિહોલ, ચાંગા, ગંગાપુર, કાસોર, નડિયાદ ગામોના સ્મશાનની પરિસ્થિતિની ચર્ચા થઈ

17 Jun, 24

તા. ૧૬/૦૬/૨૦૨૪ ના રોજ પલાણાં મુકામે મળેલ સ્મશાન સુધારણા નિર્માણ અંગેની સભામાં ખૂબ સારો પ્રતિસા

ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણું તરફથી એક મહત્વનો ખુલાસો

21 Jun, 24

ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણું તરફથી એક મહત્વનો ખુલાસો. ચરોતર વણકર સમાજ ના નામે ₹100 ઉઘરાવી અને ફોર્મ


0 Comments

Leave a Reply

Paroti