Created date : 08 July 2024

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત વિવિધ યોજનાનો લાભ લેવા સારુ

રાજ્ય સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજના અમલમાં છે જેવી કે સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસીએશન દ્વારા આંતર રાષ્ટ્રીયકક્ષા રાષ્ટ્રીયકક્ષા, અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપ સિંહજી બારીયા એવોર્ડ આપવાની યોજના અમલમા છે ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમા રાજ્ય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી એવોર્ડ માટે અરજી કરેથી પાત્રતા ધરાવતા ખેલાડીને સદર એવોર્ડથી સન્માનીત કરવામાં આવે છે.

રાજ્યના સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ અને એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃતિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃતિકા આપવાની યોજના અમલમા છે ગુજરાત રાજ્યની જે ખેલાડીઓ ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને શિષ્યવૃતી માટે રૂ. ૨૫૦૦/- અને ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ભાગ લીધેલ હોય તેઓને વૃતિકાના રૂા. ૨૦૦૦/- આપવાની યોજના અમલમાં છે.

♦ નિવૃત રમતવિરોને પેન્શન આપવાની યોજના માટે પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા રમતવીરને માસિક રૂ. ૩૦૦૦/- પેન્શન આપવાની યોજના અમલમાં છે. રાજ્યના રમત-ગમત મંડળોને માન્યતા અને અનુદાનની યોજના અંતર્ગત ચાલતા તેમજ નવા શરૂ કરવા અંગે યોજના

અમલમાં છે.

રાજ્યમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમાનુસાર ચાલતી વ્યાયામ શાળાઓને માન્યતા અને રૂ. ૧.૦૦ લાખ અનુદાન આપવાની યોજના અંતર્ગત અરજી ફોર્મ મંગાવવામાં આવે છે.

  • અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમાનુસાર ચાલતી અને અત્રેની કચેરી દ્વારા વ્યાયામ શાળાઓને માન્યતા હોય તેમાં જે વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેવા વ્યક્તિ માટે સન્માન રૂપે રૂ. ૫૧,૦૦૦/- ની રોકડ પુરસ્કાર અંગેની યોજના અમલમાં છે.

♦ આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને રૂ. ૭૫,૦૦૦/- ની મર્યાદામાં આર્થિક સહાય આપવા અંગેની યોજના અમલમાં છે જેનો લાભ મેળવવા માંગતા ખેલાડીને આર્થિક સહાય ચુકવવામાં આવે છે. આમ આ ઉક્ત ક્રમ નં ૧ થી ૭ વાળી યોજનામાંથી લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસેથી સને વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે અરજી મંગાવવામાં આવે છે જે નીચે જણાવેલ સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ લીંક https:// sportsauthority.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajjobs

Category Job

Vidyut Sahayak post at GETCO

06 Jul, 24

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પો. લિમિટેડ હેઠળ વિદ્યુત સહાયક (પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-1 (ઇલેક્

Computer teacher required in 344 schools last date 15

11 Jul, 24

દરેક સ્કૂલમાં કોમ્પ્યુટર શિક્ષકની ભરતી છે.. 15 તારીખ લાસ્ટ છે.


Paroti