Created date : 14 July 2024

જન જાગૃતિની મીટીંગ બાંધણી ગામમાં યોજવામાં આવી

બાંધણીમાં મીટીંગનુ સફળ આયોજન

પેટલાદ તાલુકાના બાંધણી ગામમાં 14 જુલાઈ ને રવિવાર 2024 ના રોજ ચરોતર વણકર સમાજ ( 450 પરગણા) ની મિટિંગનું આયોજન સફળ રહ્યું.

બાંધણી ગામના ધીરુભાઈ ના પ્રયત્નોથી આયોજિત આ મીટીંગ માં સંજયભાઈ( પલાણા), દેવેન્દ્રભાઇ (પલાણા), ધીરુભાઈ(પેટલાદ), ચિરાગભાઈ (પેટલાદ), અમિતભાઈ(નડિયાદ), શાંતિલાલભાઈ(કાસોર), પ્રકાશભાઈ( નડિયાદ), બહેનોમાં હેમલત્તાબેન વૈષ્ણવ( નડિયાદ), નલીનીબેન ડોડીયા(પેટલાદ) તેમજ બાંધણી ગામના આગેવાનો, યુવાનો, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મીટીંગના પારંભમાં હેમલત્તાબેન વૈષ્ણવે મીટીંગના પ્રયોજન અંગે પ્રકાશ પડ્યો. ત્યારબાદ સંજયભાઈએ સમગ્ર મીટીંગનો હેતુ ઉપસ્થિત સૌ બાંધણીના વડીલો, યુવાનો અને બહેનોને સૌમ્ય અને સરળ ભાષામાં સમજાવ્યો. સંગઠન કરવાનું કારણ અને સંગઠિત થવાથી થતા ફાયદા અંગે લોકોને માહિતગાર કર્યા. ઉપસ્થિત સૌને સંગઠનમાં જોડાવા, વોટ્સએપ ગ્રુપ, વેબસાઈટ, ફેસબુક તેમજ ચરોતર વણકર સમાજ(450) પરગણાના પેજ ને ફોલો કરવાની સમજણ આપી. બાંધણી ગામના વણકર સમાજના પ્રશ્નો અંગે ચર્ચા થઈ, હેમલતાબેન અને નલીનીબેન એ ગામના યુવક યુવતિના બાયોડેટા મેળવ્યા. ગામના યુવાનો, વડીલોનો સહકાર સાંપડ્યો, સંગઠનમાં જોડાઈને મિટિંગમાં હાજર રહેવા સૌ વડીલો તૈયાર થયા.
ધીરુભાઈએ મિટિંગ યોજવા બદલ અને સૌને શાંતિથી સાંભળવા બદલ બાંધણી વણકર સમાજનો આભાર માન્યો. બાંધણીના આગેવાન ધીરુભાઈએ ચરોતર વણકર સમાજની મીટીંગ નું બાંધણીમાં આયોજન કરવા બદલ અને સૌને પધારવા બદલ આભાર માન્યો. એકંદરે મીટીંગ ખૂબ જ સફળ રહી, મીટીંગ ની સફળતા જોતા ચરોતર વણકર સમાજ(450)ના સંગઠન ને મજબૂત બનાવવામાં બાંધણી ગામના વડીલો, યુવાનોનો સહકાર ભવિષ્યમાં ખૂબ જ સારો મળી રહેવાની આશા છે.

Category Blog

સ્મશાન ટેમ્પ્લેટ

12 Jul, 24

ચરોતર વણકર સમાજ [૪૫૦ પરગણું] દ્વારા ચરોતર પંથકના તમામ ગામોમાં સ્મશાનની પ્રાથમિક સુવિધાઓ મળી રહ

મહેળાવ અને બાંધણીમાં બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા

15 Jul, 24

મહેળાવ અને બાંધણી ગામમાં ચરોતર વણકર સમાજની બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક બાયોડેટા એકત્ર કર્ય


0 Comments

Leave a Reply

Paroti