Created date : 31 August 2024

ટુંડેલ, રામોલ, મલાતજ અને ભવાનીપુરા ખાતે જન જાગૃતિ બેઠક યોજાઈ

જનજાગૃતિ માટે ધમાકેદાર રવિવાર તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૪

ચરોતર વણકર સમાજ (450 પરગણું )ના મનુભાઈ ટુડેલ, મહેન્દ્રભાઈ પેટલી, શાંતિલાલ કાસોરની ઉપસ્થિતિમાં સોજીત્રા તાલુકાના મલાતજ ગામમાં વણકર સમાજની મીટીંગ થઈ.
ગામના શિવરામભાઈ, શશીકાંતભાઈ આર, પ્રવીણભાઇ, યશવંતભાઈ અને ગામના યુવા વર્ગ મિટિંગમાં ઉપસ્થિત રહ્યો.
મીટીંગમા ખાસી ચર્ચા થઈ, મતભેદો નું સમાધાન કરાયુ, ગામના 84 વર્ષના શાંતાબેનના બેસણા નિમિત્તે શાંતિલાલ ભાઈએ દુઃખી પરિવારને દિલાસો પાઠવ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાજીના 15માં અધ્યાયનું વાંચન કર્યું. સભ્ય પદ નોંધણી, લગ્ન વિષયક અને ધંધા રોજગારીના ફોર્મ ભરવા આપ્યા. ગામના યુવાનોએ સહકાર આપવાની અને સાથે રહેવાની તૈયારી બતાવી.
ત્યારબાદ તાલુકા પંચાયત સોજીત્રાના પૂર્વ પ્રમુખ પાર્વતીબેન અને પ્રવીણભાઈ ને મળ્યા. એકંદર એ મીટીંગ સંતોષકારક રહી.

ટુંડેલ – જનજાગૃતિ સભા. મનુકાકાના ઘરે.

જૂની વાતો જાણી. સંગઠન મજબુત બને એવી ચર્ચાઓ. સ્મશાનની મુલાકાત લીધી.

વૃક્ષ વાવી નવીન શરૂઆત… – પ્રયત્ન દરેક ગામમાં કરીશું.

લગ્ન, રોજગાર, બ્લડ ડોનેશન, ધંધા રોજગાર અનેક બાબતો પર ચર્ચા

જનજાગૃતિ સભા – રામોલ, વસો ગામે થઇ. સ્મશાન, લગ્ન મુખ્ય પ્રશ્નો અંગે ચર્ચા થઈ. 

જનજાગૃતિ મિટીંગ ના ભાગરૂપે પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામ ખાતે આજરોજ ત્યાંનાં યુવાનો અને વડીલો સાથે મુલાકાત કરી.

ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણા તરફથી થોડા સમય અગાઉ કરવામાં દરેક કાર્યક્રમમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી.

આ સાથે ગામમાં આવતી સમસ્યા તથા પ્રશ્નોનું સમાધાન કેવી રીતે પાર પાડવું, સમગ્ર મુદ્દાઓ પર સર્વસંમતિ સાધી મનુકાકા એ આભારવિધિ પ્રગટ કરી મિટિંગ નું સમાપન કર્યું.

ખુબ આભાર
અજય પરમાર
ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું)

Category Blog

ડભોઈ, ભડકડ અને ગંગાપુર ખાતે જન જાગૃતિ બેઠક યોજાઈ

31 Aug, 24

આજે તો સફળ રવિવાર બની ગયો. એકજ દિવસમાં ૩ ગામોમાં સફળ જન જાગૃતિની સભાઓ યોજી. જેમાં 1. ભડકડ 2. ડભોઉ 3.

વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ અને જલ્લા ખાતે જન જાગૃતિ બેઠક યોજાઈ

23 Sep, 24

જનજાગૃતિની સભા વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ અને જલ્લા ખાતે યોજવામાં આવી. એકજ દિવસમાં ૫ ગામોમાં


0 Comments

Leave a Reply

Paroti