Created date : 08 May 2024

ચરોતર વણકર સમાજના નિયમો

ચરોતરમાં રહેતા હિન્દુ વણકર સમાજને એક કરવા માટે આ ગ્રુપ બનાવેલ છે. અહી રાજનીતિ, હિંસા કે ધર્મ માટે અભદ્ર શબ્દોને ડીલીટ કરવામાં આવશે.
આપણા સમાજના મુખ્ય સિદ્ધાંતો :
  1. ખુરશીને નહીં પણ કામને મહત્વ આપવું. કોઈ વ્યક્તિ વિશેષ નથી, નિમંત્રણ, ખુરશી કે ફૂલહારની જરૂર નથી.
  2. કોઈ કારોબારી નથી કોઈ અધ્યક્ષ નથી અને બધા જ સમાન છે.
  3. સામાજિક કામ વખતે થતા બિલ દાતા જાતે જ ભરી અમને નાણાકીય મદદ કરો જેથી હિસાબની જરૂર નહિ રહે.
સમાજના ઉત્કર્ષ, સામાજિક કે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આપનો સાથ જરૂરી છે.

અહી કામ કરવા વાળા સ્વયંસેવક તરીકે કામ કરે છે. સ્વ ખર્ચે બધે મુલાકાત કરે છે. બધા પોતાની ખુશીથી આવેલા છે. તો આપ સર્વ ને વિનંતી કે જે લોકો બીજાને મદદ કરે છે, બીજાનું સારું કરવા ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, એમને મદદ કરો. અથવા મદદ ના કરી શકતા હોય તો કોઈ વાંધો નથી. પરંતુ સદ્કાર્યમાં વિઘ્નો ઉભા નાં કરશો અને કામ કરનારનું મનોબળ ના તોડશો. આપ વિઘ્નો ઉભા કરશો તો જે લોકો પોતાના સાચા મનથી કાર્ય કરી રહ્યા છે એમનો મનોબળ તૂટી જશે અને આપણા જ્ઞાતિ બંધુને મદદ મળતી બંધ થશે. સરવાળે આપણને જ નુકસાન થશે. 

Tags rules

Category Blog

CPR ટ્રેઈનીંગ નું આયોજન નડિયાદમાં કરવામાં આવ્યું

06 May, 24

ચરોતર વણકર સમાજ દ્વારા કુ.રેષા પટેલ કન્યા છાત્રાલય, નડિયાદ ખાતે ૨૪ મી માર્ચને રવિવારે સીપીઆર ટ

વિદેશમાં અભ્યાસ અથવા વર્ક પરમીટ માટે ફ્રી સેમીનાર ૧૨ મે ૨૦૨૪ પેટલાદ ખાતે રાખેલ છે

08 May, 24

ચરોતર વણકર સમાજ આયોજિત વિદેશ સેમીનાર માં એર ટિકિટ, સ્ટુડન્ટ લોન, વર્ક પરમિટ, પરદેશમાં ઉપલબ્ધ વે


0 Comments

Leave a Reply

Paroti