Created date : 19 July 2024

Check CoS Letter for UK

અત્યારે ધ્યાનમાં આવ્યું છે કે CoS letter (Certificate of Sponsorship) બાબતે ઘણા બધા લોકો સાથે છેતરપીંડી થઇ રહી છે. અમુક એજન્ટો જોબ લેટરનો બનાવટી CoS letter આપીને લાખો રૂપિયા લે છે. અમુકવાર એજન્ટને પણ ખબર નથી હોતી. તો આ COS letter બનાવટી છે કે અસલી છે એ કઈ રીતે ચેક કરવું આ એક મોટો પ્રશ્ન છે. લોકો સાથે આવી છેતરપીંડી નાં થાય એટલે ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણું આના માટે એક સોલ્યુશન લાવ્યું છે. આ એક ફાઈલમાં યુ.કે. (યુરોપ) ની લીસ્ટેડ કમ્પનીઓ છે જે આ કે CoS letter (Certificate of Sponsorship) આપવાનું લાયસેન્સ ધરાવે છે. આ ફાઈલમાં બધીજ કંપનીઓ આપેલી છે. આના સિવાયની કોઈ કંપનીનો CoS letter હોય તો એ બનાવટી હોઈ શકે છે. આ ફાઈલમાં લાયસેન્સ ધરાવનાર કંપનીનું નામ, સીટી, ટાઈપ અને રેટિંગ, કયા કામનું લાયસેન્સ છે એ બધી વિગતો આપેલી છે. આપના CoS letter ને બરાબર તપાસો. એક એક બાબતને ઝીણવટથી જુઓ. કઈ પોસ્ટ માટે આ CoS letter આપ્યો છે એ પણ મહત્વનું છે. અમુકવાર એકદમ બકવાસ પોસ્ટ બતાવીને પૈસા લે છે. આ ફાઈલમાં આપના CoS letter માં આપેલી કંપની અને પોસ્ટ ચેક કરી શકો છો.

Sample:-

Category Blog

મહેળાવ અને બાંધણીમાં બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા

15 Jul, 24

મહેળાવ અને બાંધણી ગામમાં ચરોતર વણકર સમાજની બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક બાયોડેટા એકત્ર કર્ય

જન જાગૃતિની મીટીંગ નાર ગામમાં યોજવામાં આવી

22 Jul, 24

જન જાગૃતિની મીટીંગ નાર ગામમાં તા ૨૦ જુલાઈએ સાંજના 4 વાગે યોજવામાં આવી હતી.


0 Comments

Leave a Reply

Paroti