Created date : 01 August 2024

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ માટે ભરતી

રાજ્યના શિક્ષણ વિભાગમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પાડવામાં આવી છે.

Gandhinagar News: રાજ્યના શિક્ષણ વિભાગમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પાડવામાં આવી છે. ઉમેદવારો 5 ઓગસ્ટથી  વેબસાઈટ https://gsere.in/ પર ઓનલાઈન અરજી કરી શકશે. 

ભરતી કરવા માટેની છેલ્લી તારીખ

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ-2022માં લેવાયેલ  HMAT પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 5/08/2024થી શરૂ થઈ જશે અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 17/08/2024 છે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તેમજ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત અંગેની વિગતવાર સૂચનાઓ પણ આચાર્ય ભરતીની વેબસાઈટ https://gsere.in/પર જોવા મળશે.

લગભગ 1200 જેટલી જગ્યાઓ થશે ભરતી

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વર્ષ દરમિયાન આચાર્યો અને શિક્ષકોની ભરતી માટે ક્યારે જાહેરાત બહાર પાડવામાં આવશે અને કેટલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી કરાશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. આચાર્યોની લગભગ 1200 જેટલી જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. 

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajjobs

Category Job

Recruitment fair for ladies at anand

31 Jul, 24

આણંદ ખાતે મહિલાઓ માટે ૫ ઓગસ્ટ એ રોજગાર ભરતી મેળો. ૧૦ પાસથી લઈને અનુસ્નાતક કક્ષા સુધી ફક્ત મહિલા

Gyan Sahayak teacher contract base

01 Aug, 24

જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ( માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક)


Paroti