Created date : 06 August 2024

ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ – ૬માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ જોગ

ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં
ધોરણ – ૬માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ જોગ
****
તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ દરમિયાન જન્મેલ વિદ્યાર્થીઓ
પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે
****
છોકરા – છોકરીઓ માટે અલગ અલગ રહેવા – જમવાની નિશુલ્ક સુવિધાઓ
****
આણંદ, સોમવાર :: જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યા અનુસાર ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ધોરણ – ૬માં પ્રવેશ મેળવવા માટે હાલ આણંદ જિલ્લામાં રહેતા હોય અને આણંદ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધોરણ- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.
જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પર તા. ૧૬/૦૯/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ શનિવારના રોજ લેવામાં આવશે.
ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની ઉમર મર્યાદામાં વધારો કરવામાં આવતા હવે ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે જન્મેલ વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીએ ધોરણ ૩, ૪ અને ૫ માં સળંગ અભ્યાસ કરેલ હોઈ તેઓ અરજી કરી શકશે જ્યારે અગાઉ અરજી કરેલ વિદ્યાર્થીઓએ ફરી વાર અરજી કરવાની રહેશે નહી.
યાદીમાં વધુ જણાવ્યા મુજબ ગ્રામીણ વિસ્તારની શાળામાં ભણતાં હોય તેવા વિદ્યાર્થીઓએ ગ્રામીણ વિસ્તારના કોટા માં જ્યારે શહેરી વિસ્તારની શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ શહેરી વિસ્તારનાં કોટા માં અરજી કરવી.
જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે, જેમાં છોકરા – છોકરીઓ માટે અલગ અલગ રહેવા – જમવાની નિશુલ્ક સુવિધાઓ, સાંસ્કૃતિક આદાન – પ્રદાન અને રાષ્ટ્રિય એકતા માટે સ્થળાંતર નીતિ, રમત – ગમત તથા એસ.પી.સી., એન.સી.સી., સ્કાઉટ – ગાઇડ, કલા અને સંગીત જેવી સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે તેમ જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રીની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamaj

Category Shortnews

Medical, dental, aaryuvedic, Homeopathy admission seats

03 Aug, 24

મેડીકલ, ડેન્ટલ, આર્યુવેદિક, હોમિયોપથી એડમીશન બાબત ઓનલાઈન રજીસ્ટ્રેશન જાહેરાત

Rajubhai Daudbhai Parmar besnu at Marida

11 Aug, 24

રાજુભાઈ દાઉદભાઈ પરમારનું બેસણું તા ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ રવિવાર ના રોજ રાખેલ છે


Paroti